વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આમ અધવચ્ચે

આમ અધવચ્ચે અટકવું નથી મારે..

ભલે લડવું પડે મોતથી પણ લડી લઈશ..

    મંજિલને તો મળવું જ છે મારે..


આમ કોરું રહેવું મને નહીં ફાવે..

ભીતરથી પલળવૂં છે મારે..

         મંજિલને તો મળવું જ છે મારે..


રસ્તો કાંટાળો જોઈને પાછું નથી ફરવું..

તોફાન સામે ડગલું ભરવું છે મારે..

   મંજિલને તો મળવું જ છે મારે..


ટીકાઓંના તીરની સામે...

હિંમતની ઢાલ ધરવી છે મારે ..

  મંજિલને તો મળવું જ છે મારે..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ