એય!
એય! તું આવને વરસાદ બનીને,
ઝરણું બની ને,મૂકું હું દોટ,
ને પેલા પથ્થર માં પ્રેમ હું જગાવું,
તને ઝીલી લઉં મારા રગ રગમાં,
એય!તું આવને વરસાદ બનીને,
બસ ભીંજાય જાવું છે તારાથી,
તને આપું આલિંગન હું સ્નેહથી,
હું તરબોળ છું તારા પ્રેમ માં,
એય!તું આવને વરસાદ બનીને,
તારું ઝાપટા જેવું આવવું ના ખપે,
હું તો ઝંખું તને મુશળધાર રે,
મારા બારેય મેઘ ખાંગા તારા પ્રેમ માં,
એય! તું આવને વરસાદ બનીને,
મારામાં તારું જ છે ઇન્દ્રધનુષ,
હવે છત્રી ઝાલી ના રેહવાય,
હું છું આતુર તારી જ રાહમાં....
એય! તું આવને વરસાદ બનીને...
નેહા પટેલ " નેહ"
વલસાડ
