વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હિસાબ ક્યાં?

હિસાબ ક્યાં?



તને બહુ જ હિસાબો કરવા ગમે છે ને?

ચાલ આજે હું તારી પાસે હિસાબો માંગુ,


મારી વહેલી સવારની લોન્ગ ડ્રાઇવનો,

દોડીને લાવતી ઇડલીનો,

હિસાબ ક્યાં?


ભર ઉનાળાની બપોરનો,

આગ ફૂંકતા રસ્તાઓ પર,

કલાકો તારી રાહ જોવાનો,

હિસાબ ક્યાં?


મીઠી મીઠી સાંજના,

રિસાયેલા સંવાદોનો,

હિસાબ ક્યાં?


પ્રેમ મગ્ન રાતોની શીતળતાનો,

ચાંદ સંગાથે જોવાનો,

હિસાબ ક્યાં?


મારા અઢળક લખાયેલા મેસેજનો,

મારી બોલતી લાગણીઓનો,

હિસાબ ક્યાં?


મારા અનહદ પ્રેમ,

અને પ્રેમાળ વાણીનો,

હિસાબ ક્યાં?


દર્દમાં ખોવાયેલા મારા શબ્દોનો,

દુભાયેલા અસ્થિર મનનો,

હિસાબ ક્યાં?


હદથી વધુ કરેલા મારા પ્રેમનો,

તારા અજાણ્યા વિશ્વાસઘાતનો,

હિસાબ ક્યાં?


મારુ દિલ તોડવાનો,

મને એકલી છોડવાનો,

હિસાબ ક્યાં?


હિસાબ કરવો જ હોય તો મારા પ્રેમનો કર,

કાગળોને ખાતાઓમાં એ લાગણી નહીં આવે,


રોજ ઘણા લોકોનો ઘણી રીતે હિસાબ કરે છે તું,

પણ ક્યારેય મારા મનનો, મારા પ્રેમનો,

મારી લાગણીઓનો હિસાબ કર્યો છે તે?


મને ખબર છે,

તું નહીં કરે મારો કોઈ હિસાબ,

કારણ કે આ તારા બસની વાત જ નથી,


ઘણી ફરિયાદો રહી ગઈ છે,

તૂટેલા દિલમાં અધૂરા અરમાનો રહી ગયા છે,

પણ તારી પાસેથી તેનો કોઈ જ હિસાબ નહીં મળે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ