નામ જોઈએ છે
એવું નથી કે તારો સ્પર્શ મને નથી ગમતો,
તું મને બહું જ ગમે છે.
એટલે બેશક તારો સ્પર્શ પણ મને બહુ ગમે છે.
પરંતુ કોઈ મને પૂછે કે તું કોણ છે,
તો તેના માટે મારે મૌન નહિ,
જવાબ જોઈએ છે .
તારા અને મારા સંબંધ નો,
મારે એક પાક્કું નામ જોઇએ છે.
Sharmishtha
