વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખબર છે !

             ખબર છે!

ખબર છે એક ભૂલ હું રોજ કરું છું !

જે મારા નથી એના પર રોજ મરું છું !


ખબર છે એ ભૂલી ગયા છે મને હવે !

હું યાદ તો પણ એને દરરોજ કરું છું !


હતા કેટલા કીંમતી મારા માટે એ શું જાણે !

હું જાણું છું એટલે તો એની ખોજ કરું છું !


બધું પાછું આપ્યું એણે મારું દિલ છોડીને !

એ શા માટે રાખ્યું,એ સવાલ રોજ કરું છું !


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ