વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આઝાદી

       


નથી સાવ મફતમાં કાંઇ મળી છે આઝાદી

જીવ ઘણા આપ્યા ત્યારે જડી છે આઝાદી


વીર શહીદોના લોહીથી થઈ છે તરબોળ

એ રક્તના રંગમાં જઇ ભળી છે આઝાદી


સંતાનોનું મુખ જોવા તરસી માંની આંખો

એ આંખોને જોઈ, ખૂબ રડી છે આઝાદી


ઘણા બલિદાનો પછી, મળી છે આપણને

ક્યારેક તો તોલો,કેટલામાં પડી છે આઝાદી


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ