વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી હારે

    તારી હારે 


તારી હારે ફરી રડવું છે

તારા પ્રેમમાં ફરી પડવું છે


તું જો હોય મારી સાથે

તો જગ આખાથી લડવું છે


તને લાગે જો મોત મેળવશે

તો મને કબુલ ફાંસી ચડવું છે


હેડકી તારી આવે 'સ્નેહી' રાજી

એને ક્યાં દિલ તારું તોડવું છે


અશોક પેથાણી 'સ્નેહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ