વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

    બોયફ્રેન્ડ પપ્પા

 પપ્પા આજે  બની જાવને મારા બોયફ્રેન્ડ,

હું કેવી તમારી લાડલી દોસ્ત બનીને રહીશ.

સાથે જઈશું પપ્પા આપણે  સિનેમા જોવાને,

ખોબો ભરી હાસ્ય રેલાવશું પપ્પા ખુશ થઇને

મમ્મી ભલેને આપણા બંનેને આવી ધમકાવે

એકવાર પપ્પા બની જાવ બોયફ્રેન્ડ મારાતો,

કોલેજમાં તમારી સાથે  ટેલેન્ટમાં ભાગ લવું

મારા બોયફ્રેન્ડ  પપ્પાને સખીઓ જુવે મારી

દિલની વાતો હું ,કંઈ પણ ના સંતાડું  પપ્પા

મમ્મી સાથે ફોટા પાડીશ, હું તમારા બગીચે,

ખાઈશું ,કાજુકેન્ડી પપ્પા આપણે ખુશ થઇને,

બનોને રોલમોડેલ મારા, તમે વહાલા  પપ્પા,

મારે મન તો ,હું તમારી એક લાડલી દિકરી,

મારા પપ્પા મારા બોયફ્રેન્ડ ગર્વથી કહુ  સૌને,

બોયફ્રેન્ડ હોય,પપ્પા સવાલો ના હોય અધૂરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ