વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થઈ જશે

કોઈ લોનના હપ્તાની ગણતરી કરતો હોઉં
ત્યારે ખભા પર હાથ મૂકીને એ કહે છે
'થઈ જશે'

મહિનાના છેલ્લા દિવસોમાં કયા ખર્ચ કાપવા એ વિચારતો હોઉં
ત્યારે એ મારો હાથ એના હાથમાં લઈને કહે છે
'થઈ જશે'

ક્યારેક સંબંધોની ગૂંચ ઉકેલતા જો ખુદ હું ગૂંચવાઈ જાઉં
ત્યારે એ મધુર સ્મિત સાથે કહે છે કે
'થઈ જશે'

કામનો બોજ મારી ઊંઘને રીતસર લૂંટતો હોય
ત્યારે એ વાળમાં હાથ ફેરવતા ફેરવતા કહે છે
'થઈ જશે'

મુશ્કેલીઓએ જયારે એકે બાજુ રસ્તા જેવું કશું ન રાખ્યું હોય
ત્યારે એ પાસે આવીને બેસે અને કહે છે
'થઈ જશે'

આમ જયારે જયારે હું કોઈ અવઢવમાં હોઉં છું
ત્યારે એના આ બે શબ્દો
'થઈ જશે'

પેલા 'Magic Three Words' છે ને
એના કરતા હજાર ગણા મીઠા લાગ્યા છે
અને એટલે
'I LoveYou' શબ્દ હવે
અમારા સંબંધમાં
બહુ મહત્વનું સ્થાન ધરાવતો નથી

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ