વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિપાવલી અને નૂતનવર્ષના વધામણાં...

3.દિપાવલી અને નુતનવર્ષ...


ઝગમગતા દિવડાનુ જગત હોજો,અગ્નિદેવ મનરૂપી અંધકારનું દમન કરજો... 


માનવ માનવ પરસ્પર એકતા સાધે,વસુધૈવ કુટુંબ કમ્ ની ભાવનાને પરસ્પર એકતા જળવાઈ એવી માયાજાળ પાથરજો...

ઝગમગતા દિવડાનુ જગત હોજો...


નવલાવર્ષના વધમણા સૌ આનંદે કરીએ પ્રેમ લાગણી એકતા વહેંચણી કરીએ,જૂના વેર ઝેર ફટાકડા ભેગું સળગાવી,પ્રેમ,આનંદ ઉલ્લાસ લોકોની ભેટ ધરીએ ઝગમગતા દિવડાનુ જગત હોજો,રામરાજ્યની સ્થાપના હોજો...


મીઠાઈની મધૂરતા લોકોને પ્રફુલ્લિત કરી નાખે,મીઠાઈ જેવા મધૂર માનવના આચાર વિચાર થાજો

આખુંય જગત એક પરિવાર છે એવી ભાવના કેરી ગંગા દરેક હૈયે વહેજો...


જગમગતા દિવડાનુ જગત હોજો...


નવાવર્ષે ઇશ્વરને આ પ્રાર્થના છે મારી માણસ માણસ બની રહે,ઝગમગતા દિવડાનુ જગત હોજો...


આવનારુ વર્ષ પ્રગતિમય,કોરોના જેવા દાનવોનુ ભક્ષણ કરનારુ હોજો,સુખ,સંપત્તિ,ધન ધાન્ય,પ્રદાનકર્તા,હાથીને મણ,કિડીને કણ,કોઈ ભુખ્યુ ન સુવે,કોઈ બેકાર ન  રહે તેવું મજાનું હોજો ઝગમગતા દિવડાનુ જગત હોજો...


શૈમી ઓઝા "લફઝ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ