યમરાજની સ્તુતિ
યમરાજને ચરણવંદના...
જય યમદેવતા,કાલ કાલ ભયંકરા,બહેન યમુનાના પ્યારા વીરા કોટી કોટી પ્રણામ,યમા યમા ભયંકરા...
ભાઈબીજ પર્વ પર બહેન યમુનાને મન ગમતી ભેટ આપી સંતૃપ્ત તમે કરી હતી,તમે પ્યારા એવા ભાઈની સાથે મૃત્યુના દેવ કહેવાતા,જીવોનો સંહારકર્તા યમા યમા ભયંકરા...
સૌ જીવો તમારા નામથી
થરથર કાપતાં,ભાઈબીજ ના દિવસે યમના જાપ જપનાર અકાળે અવસાનથી બચતુ
પ્રાણ હરતા,ભક્તોને અભય દેતા
યમા યમા ભયંકરા...
ભાઈબીજ તહેવાર આપને
ગમતો,ભાઈબીજ 'યમ દ્રુતિયા' નામે ઓળખાતી.
પાડાની સવારી તમને ગમતી,કરે ગદા ને યમ દંડ તમને શોભતા,પાપ પુણ્યની ગિનતી મૂજબ દંડ દેતા,યમા યમા ભયંકરા...
આપનો દેખાવ જોઈ મૃતાત્મા ભયભીત થાતો,
પુણ્યશાળી આત્મા આપની કૃપા પુરસ્કારનો હકદાર થઈ સ્થાન મોક્ષ પામતો,જીવ દોર જેના હાથમાં છે,યમજીને કોટી કોટી વંદના,મૃત્યુનો ડર દૂર કરતા યમા યમા ભયંકરા...
ભાઈબીજ પર્વમાં આપને બહેની યમૂનાની ભક્તિ કરી ભક્તો ધન્યતાની અનુભુતિ કરતા,કર્માનુસાર
સ્વર્ગ નર્ક પુરસ્કાર પ્રદાનકર્તા યમા યમા ભયંકરા...
કઠોર જણાતા,દિલથી દયાળુ,મૃત્યુ દેતા,યમપુરી નામક ડરામણી નગરી આપનું સરનામું કહેવાતી,
કોઈ અકાળે રોગીષ્ઠ થઈ ન મરે,ભાઈબીજના દિવસે જે કોઈ ભાઈ બહેનના ઘરે હરખે જમે,એના પર યમ આશીર્વાદ રાખજો,મહારાજ આટલી મારી અરજી સુનજો.ઓમ રિમ ક્લિમ્ યમાય નમ:મંત્ર જાપથી થાતા,યમા યમા ભયંકરા...
ભૂલ ચુક બાળક જાણી ક્ષમા કરજો,મીઠી નજર સૌ પર રાખજો,અકાળે મોત કોઈના ઘરની ખુશીઓ છિન્નભિન્ન ન કરે
એટલી વિનંતી આપના ચરણોમાં કરું છું,યમરાજ આપની કાલીઘેલી ભક્તિ કરું છું...
શૈમી ઓઝા "લફ્ઝ"
