વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાભ પાંચમ

લાભપાંચમ...


એ સરસ્વતી દેવી,વીણા 

પુસ્તક ધારિણી,જય જગતંબા માત ભવાની,બ્રહ્માજીની શક્તિ કહેવાતી,વિદ્યા કલાના દાન જો દેતી...

        સફેદ વસ્ત્ર તમને શોભે,નિશાળ,મહાશાળા તમારું મંદિર કહેવાતુ,

બાળકો તને પ્રિય ગણાતા,વિદ્યા કલાના દાન આપી લાભપાંચમના દિવસ પૂજા તમારી થાય,નવાકામને ઉદ્ઘાટન

આજના દિવસે થાય,લાભપાંચમ રાહ ચાતકનજરે જોવાય,

સાથે આપના આશીર્વાદ માટે સૌ ભક્તો તરસે જય જગતજનની,

હંસવાહિની,દેવી શારદાની પુજા થાય, ઓમ રિમ ક્લિમ સરસ્વત્યૈ નમઃ મંત્ર ચમત્કારી કહેવાય,મંત્રના જપ તપથી મા સરસ્વતી પળમાં રિઝી જાય,મુર્ખને પ્રખર પંડિત બનાવે,પરમકૃપાળી માત,જય જગતંબા સરસ્વતી,લક્ષ્મી,મૈયા પાર્વતી તમે ત્રણ દેવીઓ જગતની આધાર,તમે ત્રણ દાનેશ્વરી,આખી દુનિયા છે ભિક્ષુક,સૌ ઉપર સરખા પ્રેમ કરુણા વર્ષવાવતા

નવા વર્ષ લાભપાંચમ જેવા

રળિયામણા દિવસો જાય એવી ત્રિશક્તિ પાસે આટલું માંગુ છું.સૌ ઉપર અમી દ્રષ્ટિ રાખજો,જય સરસ્વતી દેવી... 


શૈમી ઓઝા "લફ્ઝ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ