ગીતા જયંતિ
ગીતા જયંતિ....
જય યોગેશ્વર પરમકૃપાળુ
કૃષ્ણ જગત પિતા,
નારાયણ અંશા અવતાર કોટી કોટી વંદના...
અધ્યાય ૧૮ને પવિત્રગ્રંથનો દરજજો મળ્યો,એ પાવન દિવસે
કૃષ્ણના મૂખે નિકળેલી સરસ્વતીનો
ભંડાર એવા ગીતાજીનો
અવતરણ દિવસ કેમ ભૂલાય,
જીવન જીવવાના રસ્તાને જીવનની દરેક સમસ્યાનું સમાધાન એટલે ગીતાજી
કલ્કિજીના આગમન
નું વર્ણન દર્શાવતો ગ્રંથ ગીતા,
વાત છે,મિત્રો શ્રદ્ધાની
તો પ્રમાણ શાનુ,જાણે અજાણે પ્રમાણ ભક્તો પાસે મગાયા છે,ત્યારે શામળિયા શેઠે નાસ્તિકોને
પ્રમાણ આપ્યા છે,
ભગવાન શ્રીકૃષ્ણના મૂખે
નિકળેલા શબ્દોનો સાગર,ભગવાન શ્રી કૃષ્ણના અવતારની સાક્ષી આપે,કલિયુગના નકારાત્મક પ્રભાવ સામે લડવાની હિંમત આપે ગીતા
કલિયુગના અસંતોષી જીવોને સંતોષ પ્રદાન કરતો ગ્રંથ છે,ગીતા,
ધિરજહીન લોકોને શાંતિ ધિરજ પ્રદાન કરે છે ગીતા,
જીવન એક સંગ્રામ છે,આ વિધાન સમજાવે છે,ગીતા.
કર્મ સિધ્ધાંતનો મહિમા વર્ણવે ગીતા...
જગતપતિ નારાયણ કૃષ્ણ રુપધરિ અર્જુનને કર્મનું મહત્વ સમજાયું,
જ્ઞાન ગંગામા સ્નાન કરવા બ્રહ્મા,મહેશ સંગ ઈન્દ્ર, યમ,વરુણ આવ્યા....
એવો અદભુત સંગમ ભુલ્યો ન ભૂલાય....
શૈમી ઓઝા "લફ્ઝ"
