રાત આખી
મળી આજ સોગાત આખી,
દરદની મને ઘાત આખી.
હૃદય એક શરૂઆત જાણે,
સતત આ બળે જાત આખી.
ઘણાં રંગ વ્યથા તણા લૈ,
વિરહની બને ભાત આખી.
નયન પાનખર સાથ લાવે,
ખરે આંસુની નાત આખી.
ઉગે શું! અને આથમે શું!
પળેપળ હવે રાત આખી.
- અંજના વેગડા
મળી આજ સોગાત આખી,
દરદની મને ઘાત આખી.
હૃદય એક શરૂઆત જાણે,
સતત આ બળે જાત આખી.
ઘણાં રંગ વ્યથા તણા લૈ,
વિરહની બને ભાત આખી.
નયન પાનખર સાથ લાવે,
ખરે આંસુની નાત આખી.
ઉગે શું! અને આથમે શું!
પળેપળ હવે રાત આખી.
- અંજના વેગડા