વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખોલાય નહીં

ખોલાય નહીં



એકલાં હોવું સમજ આવે પછી ગભરાય નહીં.

બંધ બારી પણ હવા સારું હવે ખોલાય નહીં,


આજ બાળકને ગમે તેવું કરે જાણી અહીં,

વારતા માંડી પછી કેમે કરી રોકાય નહીં.


જામ ભરવા હાથ લંબાવ્યો હતો ચૂકી ગયો,

આખરી બુંદો બચેલી છે હવે ઢોળાય નહીં.


કેટલી કોની હતી ચાહત વધારે છે ખબર?

પ્રેમ મનનો એમ પાછો ત્રાજવે તોળાય નહીં.


ધારણાથી આજ તારી પાસ આવી તો શકું?

દ્વાર મનનાં એમ પાછા કેમ ત્યાં દેખાય નહીં?@


કાજલ

કિરણ પિયુષ શાહ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ