વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દશા મારી

તું કલ્પી જો શકે આજે દશા મારી,

દરદ મારો તું ને તું જ છે દવા મારી.


પ્રણય કેરા ગુનાની ક્યાં મળે માફી,

સદા મુજને મુબારક હો સજા મારી.


બળ્યા કરુ હું વિરહની આગમાં હરદમ,

રહે એ બેખબર દિલથી દુઆ મારી.


ખુશી દેજે સનમને, ગમ મને દેજે,

પહોંચે તુજ લગી અરજી ખુદા મારી.


રહે ના સ્થાન જીવનમાં ભલે મારું,

હંમેશા રાખજે દિલમાં જગા મારી.

                      - વેગડા અંજના

                        પાલીતાણા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ