વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસ્તિત્વ

અસ્તિત્વ


સાગર દરિયા ઝરણાં નદી,

પથ્થર પહાડ ખીણો ઊંડી.


ફળ ફૂલ છોડ ઝાડ પાનમાં,

ઉપવન વન વગડા વેરાનમાં.


રેત સૂકા એ વિશાળ રણમાં,

તુજ વિશ્વનાં દરેક સ્થળમાં.


છીછરાં ઊંડા શીત જળમાં,

ઈશ તારું તત્વ સમાયેલું છે.


ક્ષણે ક્ષણમાં ને પળે પળમાં,

તુજ અસ્તિત્વ ધરબાયેલું છે.

            - વેગડા અંજના એ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ