વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નજરમાં

સહેજ કિનારો કરી લો નજરમાં
દરેક નઝારો ભરી લો નજરમાં,

સીમિત રહે ના મિલન શબ્દો લગી
મળવું હોય અગર મળી લો નજરમાં,

રગેરગમાં વસવું તુજ નયનો થકી
છબી આ મારી જડી લો નજરમાં,

ભય મને વિખૂટાં થવાની વાતનો
સદાને માટે વણી લો નજરમાં,

શું આપું પુરાવો કહો લાગણીનો
ગઝલ આ મારી લખી લો નજરમાં.
                       - વેગડા અંજના એ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ