આઝાદ પારેવું
ગમા-અણગમાના પ્રતિભાવોથી પર થઈ છું
ભેદી ભ્રમના પીંજરને, આઝાદ પારેવું થઈ છું
વિચારોને અબાધિત પણે વહેતા કરી
એક નવો શબ્દકોષ બની છું
કોણ રોકી શક્યું ખળખળ વહેતા ઝરણાઓને
હું એમાં અવિરત વહેતું સંગીત બની છું
નિલંબિત ઘણું ખરું લોક લાજે
હું સ્વીકાર્ય- અસ્વીકાર્ય થી પર થઈ છું
ભેદી ભ્રમના પીંજરને આઝાદ પારેવું થઈ છું.
પલ્લવી ગોહેલ 'પલ'