વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ભારતવાસી છું

*હું ભારતવાસી છું*


પ્રાચીન ભારતનો સાક્ષી છું, નવા યુગનો રાહી છું,

યુગે યુગે નવઅવતાર ધરનાર હું ભારતવાસી છું.


અલગ ભાષાઓમાં પણ ભાવવિભોર કરનાર છું,

મારું તારું છોડી આપણાને આવકારનાર છું.


ધર્મ-ભાષાના ભાગલા વચ્ચે પણ એકતાનું પ્રતિક છું,

વાત આવે જયારે મારા વતનની ત્યારે હું ભારતીય છું.


શસ્ત્ર-શાસ્ત્ર અને યોગનો વિશ્વમાં ડંકો વગાડનાર છું,

પરંપરા અને સંસ્કૃતિને યુગોયુગો સુધી ફેલાવનાર છું.


વિશ્વમાં જ્યાં જાઉં એક સારી છાપ છોડી આવુ છું,

સભ્યતા, શિસ્ત અને સંસ્કારની મહેક છોડી આવુ છું.



-

*રોનક ચંદ્રકાન્તભાઈ જોષી*.

*"રાહગીર".*

*કલોલ*.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ