વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તને નથી ખબર, મને નથી ખબર...

તને નથી ખબર,મને નથી ખબર, નોખી એ વાટ આવવાની,,

કાં મંઝિલ મુસાફર માર્ગ  કાં જમાનાની રીતરસમ ફાવવાની.


તરે છે એટલે આપણું વહાણ,,લોક આપણી પ્રીતથી અણજાણ,

ન રાહમાં આવી  શીલા , નથી ઊભા માર્ગે ખડક પાષાણ,

જમાનાને જાણ થશે,પૂરી કોશીશ થાશે તરતી નાવ  ડૂબાડવાની,

તને નથી ખબર,મને નથી ખબર, નોખી એ વાટ આવવાની,,

  

ગગન લાગે પ્યારું,, આંખમાં ભરી કરીએ પોતાનું સારુ,

 આભમાં ઊડાન  થશે એકધારું, આવશે કોઇ પાંખ કાપનારુ, 

આવશે એક,સાંકડી થતી  ગલી, સૌની નજરને  ન ભાવવાની,

તને નથી ખબર,મને નથી ખબર, નોખી એ વાટ આવવાની,,


પ્રણયનું હોવું જોઇએ  અલગ એક નગર,જગ જેનાથી બેખબર,

સાખ આપવા ગગનમાં ચાંદ, સૂરજ, તારા ને હોય  આ તરુવર.

 હાથમાં હાથ,,ઇજાજત  જ્યાં ચાર આંખો વડે સ્વપ્ન એક સજાવવાની   


-લતા ભટ્ટ('પનઘટ' કાવ્યસંગ્રહમાંથી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ