આશા
આશા
ઉદ્દભવી મુજ મનમાંય ઉચિત આશા
ને સંગીન બની ગઈ તુજ પ્રેમપાશા
આશા બંધાણી મુજને સ્નેહભક્તિ તણી
આવી રહયા કલ્પનો વિચારશક્તિ ભણી
બની ગાઢ સ્પૃહા ઉરે તુજને નિરખવાને
નશ્વર દેહ ઝઝૂમી રહ્યો અજંપો ટાળવાને
થયો ઝબકારો આજ આત્મજ્યોત કેરો
પામી લો એને નહિ તો જન્મમરણનો ફેરો
થયું દેહભાન મુજને અંતઃકરણ પ્રજ્વળ્યું
વર્તાયો નિર્મળ આનંદને સ્નેહઝરણ સ્ફૂર્યું
અલૌકિક તારતમ્યનો જામ્યો આનંદમેળો
જીવતર ધન્ય થયું ને બની ગયો હરખઘેલો
- મહેશ રાઠોડ 'સ્નેહદિપ'