વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવંત કવિતા

હસતી હતી,રમતી હતી,

 એક કવિતા મારામાં જીવતી હતી. 

કવિતા જેમાં રસ છે સૌ ભરપૂર,

તેનાથી સર્વ દર્દ રહેતા હતા દૂર.

 એ કવિતા કહાની મારી કહેતી હતી. 

એક કવિતા મારામાં જીવતી હતી.

 વ્યવહારો જોઈ દુનિયાના થઈ છે નિરાશ,

 નથી રાખતી હવે, તે કોઈની પાસે પ્રેમની આશ.

બસ હવે તે પોતાનામાં જ મસ્ત રહેતી હતી.

            એક કવિતા મારામાં જીવતી હતી.

  સપનાંઓ પૂરા કરવાની લગાવી છે હોડ,

 ક્યાં સુધી દોડવી પડશે મારે આ દોડ?

 બીજાના દુઃખે દુઃખી તે કેમ રહેતી હતી?

           એક કવિતા મારામાં જીવતી હતી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ