વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી દુલારી

દીકરી દુલારી


મધ કરતાં પણ મીઠી, ગોરસ કરતાં ગળી.

લાગણીથી મહેંકતી હોય દીકરી દુલારી.


ફૂલોની ફૂલવાડી ને આંગણાની હરિયાળી.

તુલસીનો રૂડો ક્યારો હોય દીકરી દુલારી.


ખળખળ વહેતી સરિતા ને મીઠા જળની વિરડી.

દરિયા જેવું વિશાળ દિલ હોય દીકરી દુલારી.


વનવગડાની કૂંપળ ને, કલરવ આંગણાની.

ખુશીઓનું વાવાઝોડું હોય દીકરી દુલારી.


સૂરજની જેમ તપતી ક્યારેક, શિતળતા ચાંદાની.

તારલાની જેમ ચમકતી હોય દીકરી દુલારી.


કાલું ઘેલું બોલી પ્રેમ ખૂબ એ વરસાવતી.

એક જ શબ્દમાં સમજે એવી હોય દીકરી દુલારી.


સમજે છે કે હું પારકી છું, નથી અહીં રહેવાની.

છતાં માને પોતાનાં એવી હોય દીકરી દુલારી.


ઈશ્વર પરની શ્રદ્ધા ને આસ્થાનો પુરાવો બનતી.

સોને મઢેલું તકદીર  હોય દીકરી દુલારી.


જિજ્ઞાસા યુ જોષી

      “ શુક”



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ