વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ જગતમાં એવાય પ્રેમીઓ છે

આ જગતમાં

એવાય પ્રેમીઓ છે

જેઓ કદીય હાથમાં હાથ પરોવી ફરતા નથી,

ને રોજેય બગીચામાં મળતા નથી.

અઠવાડિયે અઠવાડિયે સાથે ફિલ્મ જોવા જતા નથી,

ને કદીય લોંગ ડ્રાઇવ કરતા નથી.

રોજેય કલાકોના કલાકો મોબાઈલમાં વાતો કરતા નથી,

ને કદીય એકમેકને કોઈ વચન આપતા નથી.

મોંઘીમોંઘી હોટલોમાં જમવા જતા નથી,

ને કદીય એકબીજાને એકપણ ગિફ્ટ આપતા નથી.

તોય,

એમની પ્રીત સદાય મધુરી જ રહે છે,

જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી

લાગણીઓ હૃદયમાં અકબંધ જ રહે છે.

કારણ કે,

બેઉ દિલથી

આત્માથી એકબીજાને સમર્પિત થઈ ચુક્યા છે,

એકબીજાનાં વ્યક્તિત્વને ઓળખી ચુક્યા છે.

બેઉ માને છે

કે,

પ્રેમમાં ચાહવાનું હોય

ને નિભાવવાનું હોય.

પ્રેમમાં સમજવાનું હોય

ને જતું કરવાનું હોય,

 

પ્રેમમાં કંઈ જ એટલે કંઈ જ પામવાનું ન હોય,

એકબીજાનાં દિલમાં હંમેશા જીવતા રહેવાનું હોય.

 

- મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

Painting by : Mansi Jethva

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ