વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ કરવાથી થાય છે ?

પ્રેમ કરવાથી થાય છે ?

ના... ના...

પ્રેમ તો થઇ જાય છે.

આંખ થી આંખ મળી જાય છે.

દિલ થી દિલ મળી જાય છે.

મન થી મન મળી જાય છે.

બે આત્મા એક થઇ જાય છે.

દિલની ધડકનો જોરજોરથી ધડકવા લાગે છે,

ને કારણ વગર હૈયાને કોઈ ગમવા લાગે છે.

એકબીજા વિના ચેન નથી પડતું,

એકબીજા વિના ક્યાંય મનડું નથી લાગતું.

શબ્દો કરતા આંખો આંખોથી વાતો થાય છે,

હૃદયની લાગણીઓની આમ જ આપલે થાય છે.

આ પ્રેમ આમ જ થઈ જાય છે.

 

- મનીષ ચુડાસમા

"સ્નેહનું પવિત્ર ઝરણું"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ