વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસલી ચિતારો (ગઝલ)

બહાર તો જોઈએ રિવાજો શુ છે?

ટોળે વળેલા લોકોનો ઈરાદો શુ છે?


ન્યાય તોડવા બેસી ગયા નિરક્ષરો,

આ દેશમાં એમનો ઇજારો શુ છે?


શ્રમના બળે નડ્યા વિના જીવું છું,

મને નથી ખબર  ખિતાબો શુ છે?


હાલ છત ટપકે એની ચિંતા સતાવે છે,

સમય  કાઢીને  જોઇશ  મિનારો શુ છે?


સર્જનમાંથી નીકળી સર્જકને ઝાંક,

ખબર પડશે અસલી  ચિતારો શુ છે?


બે છેડા ભેગા તો થયા નહિ એના,

મજૂરને શી ખબર નિરાંતો શુ છે?


ચહેરાઓ વાંચ્યા એટલે પડતું મૂક્યું,

તમે  વાત કરો  એ  કિતાબો શુ છે?


વમળમાં અટવાતો રહ્યો જીવનભર,

એને   ન   પૂછાય  કે કિનારો  શુ છે?


'સાગર' ખોલતો રહ્યો ને જડ્યું નહિ,

દુઃખ માણ્યું , સુખનો પિટારો શુ છે?


       -જાવીદ કરોડીયા 'સાગર'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ