માનવતા લપાઈ હશે (ગઝલ)
આતંક ના ઓથાર તળે શાંતિ ધરબાઈ હશે,
ફંફોસી જુઓ ક્યાંક માનવતા લપાઈ હશે !
આબરૂ લૂંટાઈ એનો ગમ ભુલાય ગયો ,
કચેરીમાં બિચારી ઠેર ઠેર વગોવાઈ હશે !
વિધવા થઈ એનું એટલું દુઃખ નથી ;
માં કેટલાય પુત્રોમાં પછી વેહેંચાઈ હશે!
ચાર દીવાલોની વચ્ચે જ ઘટના ઘટી હતી,
ટોળું થઈ ગયું એમ ,જાણે કે ભવાઈ હશે !
હું ઠોકરે ચડાવતો રહ્યો જેને ઉમ્રભર ,
શરીર ભળ્યું આખરે માટી શું સવાઈ હશે ?
દીકરીનો પ્રસંગ ને દિલમાં દેવાનો ડુંગર ,
એટલે જ કદાચ વાગી ગમની શરણાઈ હશે.
'સાગર' આજ કલમમાંથી અશ્રુ કેમ ઝરે છે?
ગઝલ તારી જરૂર શબ નજીકથી ફંટાઈ હશે.
-જાવીદ કરોડીયા 'સાગર'
