વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવજન્મનું ભાડું છે! (ગઝલ)

તારા ગયા પછી બધું સારું છે.

જીવન મારું બસ હવે મારું છે.


 રોજ નવો દિવસ ને પડકારો,

 જીવનનું એ જ તો ગાણું છે.


બધાં કહે  હવે નીતિને નેવે મૂક,

હું કહું મારું એ જ તો ટાણું છે!


સંપત્તિ માટે ઝઘડાઓ નહિ,

તને ગમે તો સમજ તારું છે.


નદી ક્યારેય ફરિયાદ નહિ કરે,

કે  દરિયાનું પાણી તો ખારું છે.


તેં ખબર ભલેને એમ  જ  પૂછી,

પણ સાચું કહું તો મને સારું  છે.


જે થોડી નેકીઓ થાય છે મારાથી,

એ  તો  માનવ જન્મનું જ ભાડું છે.


'સાગર' બધું છૂટી જવાનું છે,

ભલે તું કહ્યાં કરે  કે મારું છે !

    

         -જાવીદ કરોડીયા 'સાગર'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ