વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તુજ મારો આધાર હે મારા પ્રભુ

મારે તો તારો એક સથવારો પ્રભુ મારુ ના બીજુ કોઈ 

મન મુંઝાય છે કળિયુગ માં કેમ પુરા કરીશ આ શ્ર્વાસ, 


મે તો લગાવી છે હાકલ તારા નામની તુજ મારો આધાર 

તુજ છે મારો સાચો સગો અણગમતા છે આ વ્યવહાર 


કરે વિનંતી તારો આ બાળ કરજે રક્ષા મારા તારણહાર ,

હાથ પકડી લઇ જજો મુજ ને તારી શરણમાં દેજો વાસ,


ખબર નહી કયા છે મારો રાહ પકડ જે મારો કાયમ હાથ 

તુજ ને નમુ છુ હે મારા પ્રભુ પછી સુખ હોય કે દુખ હોય ,


મોહ માયા ના અંધકાર માં ડૂબેલો છે તારો આ બાળ, 

જગત ની આ રીતો નહી સમજાતી મુજ ને એ મારા નાથ,


છળ કપટ થી ભરેલ છે મારા આ જીવન ની નાવ 

હસતે મોઢે સ્વીકારું છુ તારા નિર્ણય ને મારા તારણહાર ,


મારે તો તારો એક સથવારો પ્રભુ મારુ ના બીજુ કોઈ 

મન મુંઝાય છે કળિયુગ માં કેમ પુરા કરીશ આ શ્ર્વાસ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ