વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂલી ગયો(ગઝલ)

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા


આંસુઓ આવ્યાં અને ખારી નદી હું પી  ગયો,

એમ કરતાં આજ હું મારાં જ દુખ ભૂલી ગયો.


છે  વિચારો  અંતરે   આળોટતા  તો  શું  થયું!

કાઢવા  એને  જરા  મદિરા  લઈ  ચાખી ગયો.


ડર   નથી  આજે  મને  કે  ઘોર  અંધારું  થશે,

સૂર્ય  થોડો જ્યાં છુપાયો  ચંદ્ર ત્યાં ઊગી ગયો.


છો  ડસેલો  સાપ   જે   વીંટાઇ  બેઠો   અંતરે!

બસ ખુશી એ વાત ની  છે તોય હું જીવી ગયો.


કાળ  છોને  આવતો  ઈશ્વર  અમારો દોસ્ત છે,

થાપ  આપીને  સમયને  હું  જરા  સરકી  ગયો.



"આર્યમ્"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ