વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તાંકા

લખવા ચહું,

કાગળ પર નહીં,

આ દિલ મહી,

શ્યામ તારું નામ હું.

પણ એ કલમ ક્યાં!

---------------

કલમ મારી,

તારા પગલાં કળે 

કે પછી તારી

આણ એના ઉપર 

કે શ્યામ મુજ પર?

----------------

આવવું રહ્યુ,

શ્યામ સજન તારે,

આજ તો હેઠુ,

દિલ ફરી પ્રેમની,

કિતાબ ખોલી બેઠું.

----------------

લાગે જાણે કે,

હાથ હાથમાં લઇ

લખાવે મને

તારી મારી પ્રીતની

શ્યામ તુ કવિતાઓ.

------------------

કલમ નાની

ભરવા મથુ એમાં

શ્યામ, તારી હું

અખિલાઇ ,જોઇ એ

તું મલક્યા કરે છે.

-------------------

કોરો કાગળ

આ જીંદગીનો આજ

આંખને ખૂંચે

શ્યામ તુ લખ એમાં

સંદેશ મારે કાજ

------------------

કેમ સમાવુ,

અખિલાઇ આ તારી 

આંખમાં મુજ?

કે કલમમાં ભરી,

એ કાગળે  ઠાલવું.

-લતા ભટ્ટ('ઉદ્ ગીથ' તાન્કાસંગ્રહ્માંથી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ