આપવીતી
હું અચાનક આપવિતી યાદ કરતો જાઉં છું
ખુદને ભુલ્યો ને તમોને યાદ કરતો જાઉં છું
કોઈપણ સુણશે કહોને વાત જે કહેવી છે તે?
'સાંભળો છો કે તમે?'-ના સાદ કરતો જાઉં છું
કેટલું પામ્યો છતાંય હાથ આ ખાલી રહ્યો?
અંતે શૂન્ય સાથ છે ને હાથ ધરતો જાઉં છું
કેમ કહું કે હું જ ખોવાયો છું મારાં આંગણે?
તેથી જ હર ઉંબરા પર વાત કરતો જાઉં છું
આવશે–જાશે એ શ્વાસો! કાલની કોને ખબર?
હર નિસાસે શ્વાસ હું તેથી જ ભરતો જાઉં છું
કોણ છે? કેવાં છે? ઇશ્વર જાણીને હું શું કરું?
પ્રેમથી હર પત્થરને હું પરખતો જાઉં છું
આશ આજ આભે ચઢીને વિચારોની વિજળી!
ભાવનાની ભેખડો પર જળ હું ભરતો જાઉં છું
તું પણ કદી હોઇ શકે હું જ છું એમ કેમ કહું?
એક તારો હાથ છે ને હું રોજ ખરતો જાઉં છું!
લાગણી લથપથ ભરી છે. માટલે બીજુ કંઇ નથી
છે માટલું તવ હાથમાં તેથી જ ડરતો જાઉં છું
જાણતો નથ જાણકારી જોઇએ કઇ વાતની?
તેથી જ રહી અજાણ ને હું લહેર કરતો જાઉં છું
ખોટ તો પડી છ ભારી ને દેવદાર હું થયો?
દાનવોના દાંતમાં અમૃત હું ભરતો જાઉં છું.
આંખ સામે આવ્યો ને પછી એ વઇ ગયો?
નહીં આવે હાથ પડછાયો હું પકડતો જાઉં છું!