બાંધે છે
જન્મની સાથે ભેદભાવમાં બાંધે છે,
કિંમતી મોંઘેરી જણસમાં બાંધે છે.!
સમાનતાની વાતો એક હવા મહેલ,
આજ નહી કાલના વાયદે બાંધે છે.!
મર્યાદા,રીતરિવાજમાં જકડી રાખવા
સુંદરતાના નામે શૃંગારમાં બાંધે છે.!
આપે છે વાતોવાતોમાં એ એતબાર,
તો પણ સમય અને વારમાં બાંધે છે.!
બંધનમાં પણ બંધન શું ગમે કોઈને ?
એક ઝરણું ઝીલને વચનમાં બાંધે છે.!
