વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શોખ પાડ્યો છે

પાંપણો માં આંસુ ને સાચવી રાખી 
               લાગણીઓમાં ઊંડા ન ઉતરવાનો,  મેં શોખ પાળ્યો છે.

કેળવી છે મારી જાતને એ રીતે કે,
              હૃદયમાં દર્દને સંઘરવાનો, મેં શોખ પાળ્યો છે..

છે ઘણી ફરિયાદો આ જીવન માં 
                     પણ મૌન રહેવાનો,  મેં શોખ પાળ્યો છે..

નથી જોઇતી કોઇ રહેમ "ઓ ખુદા "
          કર્મને જ દુઆ માં ફેરવવાનો, મેં શોખ પાળ્યો છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ