વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખબર છે ને તને....

ખબર છે ને તને ....!!


આમ તો મારી દરેક રચના માં તું જ છે , ખબર છે ને તને ....!!


મારા સ્મીત ના કારણ માટે પણ તું જ છે , ખબર છે ને તને ....!!


તારી સાથે પ્રકાશમાં હું દેખાતો નથી છતાં પણ , પડછાયા માં તો હું જ છું, ખબર છે ને  તને ....!!


હું સમજતો નથી , એ હું જાણું છું ,

પણ તું ""ના" બોલે એ પણ હું જાણું અને સમજુ છું હું , ખબર છે ને તને ....!!


રડતો નથી હું એ તું પણ જાણે છે, પણ તારું રડવું એ હું જોઈ શકતો નથી એ , ખબર છે ને તને ....!!


હું સપના જોતો નથી , પણ મારું સપનું તને ખુશ જોવાનું છે , ખબર છે ને તને ....!!


હું શબ્દોની રમત - આમ તો રમતો નથી , પણ મારા આજ શબ્દો આજ મને "લાગણી" લાગે છે

એમાં તારો જ ફાળો છે , ખબર છે ને તને ....!


આમ તો હું  પ્રેમ ની પરિભાષા ને જાણતો નથી , પણ મને પ્રેમ સમજાવવામાં , એ તારો જ હાથ છે , એ ખબર છે ને તને ....!


આ લખ્યું એ કોના માટે છે એ મને ભી નહી ખબર .પણ , ખબર છે ને તને ....!


--માહી 💜

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ