વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિવ પ્રમાણ


કૈલાશ પર વસનાર શિવ દેવાધિદેવ છે,

પુજુ તને હું પ્રેમથી શિવ તારનાર છે.


જગમાં બધે જયકાર શિવ તારો જ થાય છે,

ત્રિદેવનું લોચન ખુલે શિવનું પ્રમાણ છે.


છે ભાંગની પ્રસાદનો એવો નશો હવે,

ગંગા ધરી શિરે જટાનું એ પ્રમાણ છે.


જોગી કહે નાચું હવે મન નાચવા ચહે,

નાચે બધા ભુતો જગે કેવું પ્રમાણ છે.


ભાલે ધર્યો છે ચંદ્ર એની સોળ છે કલા,

છોડી બલાઓ દુર શિવ એવું પ્રમાણ છે.


રાખ્યો ગળામાં હાર પ્રભુ શેષનાગ તે,

બાળ્યો બધો તે કામ શિવ એવું પ્રમાણ છે.


લાગ્યો હવે ખારો સમંદર વિષ સમાન જે,

પીધું બધું એ વિષ જગતમાં શિવ પ્રમાણ છે.


સંદિપ ચવેલીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ