વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાગડાવાસ


  





*નાગડાવાસ*


*રૂડુંને રંગીલું છે મારું ગામડું સોહાય*,

*મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય*


*મીઠુડી ધરતી એના ભોળા માનવીયું હોય*,

*આંગણે ઉતારા ઓરડા દેવાય*..

*સુખ દુઃખના સારથી જેની ગાથા ઈતિહાસમાં ગવાય*,

  *મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય*...


*પશ્ચિમે બિરાજે એકલવીર હનુમાન*,

*પૂર્વમાં બિરાજે સરમારિયાદાદાના સ્થાન*,

*મચ્છુ નદી બારેમાસ વહી જાય*,

*મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય*...


*રામપરના સીમાડે સુંદરીભવાનીમા ના નેસ*,

*ચંદ્રમૌલેશ્વર મહાદેવ સદાય કરે સહાય*,

*મેલાણમાં બેઠી મારી ખોડલ આઈ*,

*મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય*...


*આહીરોના નેસ, આયરાણીઓ મા જગદંબા દેખાય*,

*નાગડાવાસની ભોમકામાં મુરલીધરની કૃપા વરસાય*,

*મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય*...


*સેજલ હુંબલ*

*જૂના નાગડાવાસ, મોરબી*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ