વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું તને કેટલું ચાહું છું

હું તને કેટલું ચાહું છું

એ જતાવી નહિ શકું.

હું તને કેટલું માનું છું

એ બતાવી નહિ શકું.

હું તને કેટલું સમજુ છું

એ સમજાવી નહિ શકું.

તારા દુખે દુખી ને

તારા સુખે સુખી થાઉ છું.

મારા હૃદયની લાગણીઓનું

આલેખન હું કરી નહિ શકું.

શું કહું તને હું

બસ,

હું તને કોઈ સ્વાર્થ વિના ચાહુ છું.

 

- મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ