હું પણ અભિનેતા બનવા માંગુ છું
હું પણ હવે અભિનેતા બનવા માંગુ છું
ભોળ પણ અને નિર્દોષતા ને મૂકી ને હોશિયાર બનવા માંગુ છું,
દિલ નહિ મન થી વિચારવા માંગુ છું
થોડોક કઠોર બની ને લાગણી ને છૂપાવવા માંગુ છું,
દરેક દુઃખ ને દિલ માં સમાવી
હસતો રહેવા માંગુ છું,
લોકો કહે મને કેમ છો
એમને હું મજા માં છું એ જવાબ આપવા માંગુ છું,
આ મતલબી લોકો થી દુર રહી ને
હું પોતાના હોય એવા લોકો સાથે જીવવા માંગુ છું,
આ મોબાઇલ ની દુનિયા થી દુર રહીને હું મારો સમય પુસ્તકો સાથે વિતાવવા માંગુ છું,
જ્યાં મળે મને લાગણી ને પ્રેમ ત્યાં હું અઢળક સ્નેહ વરસાવવા માંગુ છું,
શું ગુમાવ્યું એ વિચારવા કરતા
શું પામ્યું છે એમાં જ ખુશ રહેવા માંગુ છું,
આ જિંદગી ની દરેક ક્ષણ હું જીવી લેવા માંગુ છું
હા હું પણ હવે અભિનેતા બનવા માંગુ છું,
