વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતા


 મારી "માં" એ કહ્યું છે 



મારી ' માં" એ કહ્યું છે 
હસવું જરૂરી છે, 
હિમંત રાખવી જરૂરી છે 

ક્યારેક મન ઉદાસ થાય કોઈ વાત ઉપર
પોતાને સંયમ માં રાખવો જરૂરી છે,


હું મારા પોતાના થી જ લડી રહ્યો છું,
કારણ કે આગળ વધવું જરૂરી છે,
રોકાઈ જઈશ તો હારી જઈશ,

એટલા માટે બધા દુઃખો ને દિલ માં રાખી 
ચેહરો હસતો રાખવો જરૂરી છે,

મારી "માં" પાસે નથી તો શું થયું,
એની યાદો ને સાથે રાખવી જરૂરી છે,

મારી "માં " એ કહ્યું છે 
હસવું જરૂરી છે,
હિંમત રાખવી જરૂરી છે,


રોહિત કુદેચા (બેશુમાર શાયર)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ