વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું બનું વિશ્વ માનવી

હું અને તું, તારું ને આ મારું, કેમ તું કરતો?,
ક્યારે સમજાશે? આપણા સૌનું છે આતો;

વેર-ઝેર ને શત્રુતાથી દુનિયાને ડરાવતો,
ખેલી વિશ્વયુદ્ધ, થર-થર ધરતી ધ્રુજાવતો,

એકલો અટૂલો માનવી આમ-તેમ ભટકતો,
ઠેર ઠેર ઠોકરો ખાઈને જ્યાં ને ત્યાં પછડાતો,

ઈશ્વરીય રંગ લહુ નો સૌનો એક જ છે રાતો,
નસે નસમાં વહે સૌમાં એનો એ પ્રવાહતો,

જ્યારે જ્યારે મહામારી ને સંકટોથી ઘેરાતો,
એકજુથ બની ભાઈચારાથી સંકટો હટાવતો,

અજ્ઞાન ના અંધકાર હટાવી,ઉજાસ પાથરતો,
એકતાના પાઠ ભણી ને ભવિષ્યને ઉજાળતો,

જાતપાત ને ધર્મ કેરા વાડામાં ન કદી બંધાતો,
મિત્રતાને માનવતાની મહેંક ચોમેર ફેલાવતો,

સાથ ને સંગાથથી સઘળાં કામ પાર પાડતો,
સંગઠનથી અસંભવ ને સંભવ કરી બનાવતો,

કરો યોગ, ભગાડો રોગ એ સંદેશ ફેલાવતો,
સ્વસ્થ રહો, મસ્ત રહો એ સાકરીત કરાવતો,

મંગળથી, ચંદ્રયાન લઇ અવકાશમાં પ્રવેશતો,
વૈજ્ઞાનિક બની અવકાશયાન સફર કરાવતો,

સત્યને સમજાવવા ગાંધી-બુધ્ધ થઈ આવતો,
સૌના હૃદયમાં છે ઈશ્વર, યાદ સૌને કરાવતો,

જગત આખાને એકજુથ કરીને સમજાવતો,
'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવના હૈયે જગાડતો,


ભારતની ભૂમિ પર વિદેશીઓને બોલાવતો,
આર્થિક સધ્ધરતા માટે એક ફલક પથરાવતો,

ગરવો ગુજરાતી વિશ્વનેતા બનીને મહાલતો,
એક જગત એક લોક સાર્થક કરી બતાવતો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ