વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નદી થઈ સમંદરને એ ખળભળાવે!

ઝુકાવીને પાંપણ એ જયારે ઉઠાવે!
છે પ્રેમ એને પણ, જુદી રીતે જણાવે!

ભલે આભૂષણ છે જે એને સજાવે!
હું ઈચ્છું કદી લાજને ભૂલી આવે!

કરું જયારે ફરિયાદ અંધારની હું,
તરત ચહેરા પરથી એ જુલ્ફો હટાવે!

ન જોવાનું ફરમાન પણ એનું પાળું,
પ્રથમ એ ઘડીભર જો પાળી બતાવે!

હશે કેવું મીઠું મીઠું રીઝવું તો!
જે ગુસ્સામાં પણ વાણી મીઠી વહાવે!

અલૌકિક ઘટના નહીં તો બીજું શું!
​​નદી થઈ સમંદરને એ ખળભળાવે!

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ