મેઘો આયો રે
"મેઘો આયો રે..."
નભ વાદળ છાયો, મન ભરમાયો,
કોણે મલ્હાર આ ગાયો રે... સખી, આયો રે આયો રે મેઘો આયો રે....
બુન્દે બુન્દે જોને નેહ વહાવ્યો, તરસી ધરતી ને રસ પાયો,
ગગન ગાજે ને ઝબૂકે વિજળી, તાપ સકળ નો ઠાર્યો રે...
સખી, આયો રે........
બાળુડા સૌ નાવ તરાયો, ખેડૂ પણ અંતર હરખાયો,
મોર કળા કરી નાચ દિખાયો, જગને પીડથી ઉગાર્યો રે...
સખી, આયો રે.....
નદી ઓ થઈ છે જોબનવંતી, વન- ઉપવન ખીલ્યાં જીવનથી,
સૂરજ પ્રેમ સંદેશો લાવ્યો, મેઘધનુ મા છપાયો રે...
સખી, આયો રે.....
મેઘો .......આયો રે..........
ડૉ. કોષા મંકોડી ????????????????♀️????
