વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

પ્રેમ માં પડ્યો છું હું, 

કોઈના વહેમમાં નહીં.


લાગણીઓના પ્રવાહ માં છું હું,

મનની કાલ્પનિકતામાં નહીં.


તારા શબ્દો માં વિચરું છું હું,

ખુલ્લા ગગનમાં નહીં.


અશ્રુઓ કેરા દુઃખમાં છું હું,

વરસાદના પાણીમાં નહીં.


તારા કોમળ ચહેરામાં છું હું,

કાયાના મોહમાં નહીં.


પક્ષીઓ ના કલરવમાં છું હું,

સૃષ્ટિના ઘોઘાટમાં નહીં.


તારા સ્વપ્નઓમાં છું હું,

નિષ્ફળતાની દુનિયામાં નહીં.


વૃક્ષો કેરી મિત્રતા માં છું,

નિકંદન શબ્દકોશમાં નહીં.


તારા દરેક પગલે છું હું,

એકલતાની સફરમાં નહીં.


તારી પ્રાર્થના માં છું હું,

કડવાશના ઘૂંટમાં નહીં.


પાયલના રણકાર માં છું હું,

ચાંદીની મહેકમાં નહીં.

 

તારી આગોશમાં છું હું,

દૂર તળેટીમાં નહીં.


કવિતાના અંતરા માં છે પાંદડી,

ગઝલના જીવનમાં નહીં.


"પાંદડી"

ડો જગદીશ પ્રજાપતિ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ