જમાના લાગ્યાં છે...
અમે દુઃખોને ગાવા લાગ્યા છે,
પણ એમાં જમાના લાગ્યા છે.
લાગે છે ઘડપણ ઉતરી ચૂક્યું ,
દીકરાઓ કમાવા લાગ્યા છે.
બીમારી ગંભીર જ હશે કદાચ,
સંતાનો મને પતાવા લાગ્યા છે.
આંચળ છોડીને ચાલ્યા જવાના છે,
કેમકે બચ્ચાઓ ધરાવા લાગ્યા છે !
આત્મા એમાં ક્યાંથી ટકી શકે ?
લોકો દેહને સજાવા લાગ્યા છે.
વાનરોનો આતંક સહેવો જ પડશે ,
નિસરિણીએ જેને ચઢાવા લાગ્યા છે.
ભૂલ એની હશે બીજું શું ?
એ મને મનાવા લાગ્યા છે !
આ બે મોઢાના માણસો 'સાગર',
મને કાયમ નઠારા લાગ્યા છે !
-જાવીદ કરોડીયા
'સાગર'
