આપણી રચના
આપણી વાર્તામાં તારી અનુક્રમણિકા,
આપણી વાર્તામાં મારો ઉપસંહાર.
આપણી રચનામાં તારું શીર્ષક,
આપણી રચનામાં મારું લેખન.
આપણી કવિતામાં તારી પંક્તિ,
આપણી કવિતામાં મારી લાગણી.
આપણી મેગેઝીનમાં તારું કવર પેજ,
આપણી મેગેઝીનમાં મારું લેખન.
આપણી વાર્તામાં તારું સંબોધન,
આપણી વાર્તામાં મારું સમર્પણ.
