વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોળી દિલની અટારીએ

વિષય : હોળી દિલની અટારીએ


રંગ ભરી પિચકારી લઈને એ ઉભી શેરીએ.

વાલમ વગર લાગે રંગ ફીકા દિલની અટારીએ.


નવ નવ મહિના વિતાવ્યા પણ ન વેઠાય ફાગણ,

ફાગ ચોતરફ ઘવાઈ ને જાગે પ્રેમની આ માગણ.

મિલનને યાદો યાદ કરીને વિતયું હવે પાનખર,

પ્રેમની કૂંપળ ફૂટી રહી લાલ હાથની લકીર પર.


અમાસની અંધારી રાતો વિતાવી ચાંદની ખાતર,

પૂનમનો ચાંદ બની આજે વરસાવી જા ધરા પર.


કોરું છે ' મન' ને કોરી છે ચુંદડી હજી હોળી પર,

નવરંગ નયનમાં લઈને આવ જરા રંગુ હોળી પર.

                                 'મન'

                   મનોજકુમાર પંચાલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ