વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આદમી

✍️શીર્ષક : "આદમી"

આદમી ની જાત અમે, ફરિયાદ કર્યે તો ભુંડા થાવી,
દર્દ છુપાવી લાખો પણ, ભલે લોક નજર માં ના સમજાવી,

જવાબદારીનો બોજ ઘણો, હા બોજ નહિ પણ ફરજ ગણું,
તકલીફ ની આદત અપનાવી, અપમાન પણ ઘોળી પી જાવી,

ફરિયાદ નથી સંવાદ ગણો, સહિને સંભળાવું શોભે નઈ,
દિલ તો સરખા પુરુષ કે સ્ત્રી, ભેદભાવ એ ગોતે નઈ,

જવાબદારી ને ના બોજ કહું, પણ ભાન ભુલાવે કોને કહું,
પણ આદત છે હવે અપનાવી, મીઠું લાગે આ બોજ ઘણું,

નાનપણ ની નિર્દોષ મજા, આ જુવાની માં ખોવાઈ ગઈ,
મોટા થઈ ને મોજ કરશું, હા મોટપ ની મજા જોવાઈ ગઈ,

સપના જાજા જોયા તા, એ નાનપણ કેરી નીંદર માં,
હવે ફરજ જગાડે રાતો રાત, ઉઠે સવાલો ભીતર માં,

મરદ બનાવે માણસ ને, આ ફરજ ના ઘા ભલે તીખા રે,
"એમાં શું" કહી હસી લે સૌ, કોઈ ભીતરના ભારનું ના વિચારે,

નસીબ ગણું, દિલ કઠણ ઘણું, પણ એકાંતનો વાર થોડો આકરો,
સમજે લોકો તોય ઘણું, કે માર્ગ ફરજ નો ઘણો સાંકડો...



✍️ જય કુબાવત "બાપુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ