વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ત્યાં સુધી

    ત્યાં સુધી...

આસુરી તાંડવ થશે,
મેદાને ન પડો ત્યાં સુધી...

સન્નારીનાં ચીર ખેંચાશે,
શ્યામ ન આવે ત્યાં સુધી...

ઈર્ષાગ્નિ વહેતો રે'શે,
કરુણા ન વહે ત્યાં સુધી...

કાળો એવો કેર વર્તાશે,
યુગ ન બદલાય ત્યાં સુધી...

અવનિ ધરી પર ટકી રે'શે,
ધર્મ રહેશે ત્યાં સુધી...

સત્ નાં પારખાં થશે,
ખુદ ઈશ્વર ન આવે ત્યાં સુધી...
                        - 'ધાનિ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ